મોજીસ્તાન - 11

(13)
  • 4.9k
  • 2k

મોજીસ્તાન (11) "કોણ જાણે શુ થાવા બેઠું છે.ગામમાં પાપ વધી રહ્યા છે પાપ.તમારી જેવા માણસને એક ડોબું ગોથું મારે ? આને કળજગ નો કે'વાય તો સ્હું કેવાય ? તખુભા...આ તમારા ગયા ભવના પાપ આંબી ગયા લાગે છે. સત્યનારાયણની કથા કરાવી ઈને કેટલા વરહ થયા..? હાંભરે છે ? સરપંસની ચૂંટણીમાં હાર્યા તોય આંખ નો ઉઘડી...? તમારા જીવતે જીવ એક ગોરના દીકરાનું માથું બજારમાં ફૂટ્યું તોય ભાન નો આવી...? ભગવાન શું લાકડી લયને મારવા આવે ? ઈ ઉપર બેઠો બેઠો નિયાય તોળે સે...મેં તો હાંભળ્યુ છે કે જિંદગીભર હાલી નય હકો ઈ સાચું...? કે' છે કે ઘોડું તો મરી જયું, ઈ સાચું...?