સંબંધોના વમળ - 4

  • 3k
  • 1.4k

મમ્મી - પપ્પા એ લોકોની આગતા - સ્વાગતામાં લાગી ગયા. હું રસોડામાં હતી પણ મારા હૃદયની ધડકનો તેજ થઈ ગઈ હતી. અચાનક યાદ આવતા હું ચા અને નાસ્તાની તૈયારીમાં લાગી પણ મારું ધ્યાન એ લોકોની વાતોમાં જ હતું. "તેં બધી તૈયારી બરાબર કરી લીધી ને???" આ પ્રશ્ન સાથે મમ્મી મારી સામેં જોઈ રહી. "હા બધું બરાબર છે." મેં કહ્યું એટલે મમ્મી ચાના કપ ટ્રે માં ગોઠવવા માંડી. અમે ચા અને નાસ્તો આપ્યા. હું પપ્પાની બાજુમાં બેઠી. મારી નજર નીચી જ હતી. મેં કોઈના પણ ચહેરા સામે જોયું નહોતું. એ લોકો એ અમને