જખદાદા - ૭૨ જખ ( જખદાદા )

  • 11.4k
  • 1
  • 4.7k

જખદાદાતરુવર વન ના ચખે, નદી ન પીવે નીર,પરમારથ કે કારણે, સંતન ધરા શરીર.જખદાદાનું નામ આજે સમગ્ર કચ્છમાં મશહૂર છે. કચ્છ સિવાય ભારતવર્ષના અન્ય કોઈ પણ પ્રદેશમાં આ જ દેવો વિષે કોઈ કંઈ જાણતું નથી. જખ દેવોનાં પૂજન માત્ર કચ્છમાં જ થાય છે. એક હજાર વર્ષ કરતાં પણ વધુ સમયથી જખદાદા કચ્છમાં પૂજાતા આવે છે. કચ્છમાં કોઈને ત્યાં સંતતિની ખોટ હોય તો તે જખદાદાની માનતા માને છે અને એ રીતે પુત્ર કે પુત્રીનો જન્મ થાય તો તેને જખ દેવની કૃપાનું ફલ માનવામાં આવે છે. આ દેવોની કૃપાથી જન્મેલા બાળક –બાળકીનું નામ જખુ કે જખી રાખવામાં આવે છે.આ જખ દેવો જામ લાખા