ઉત્તમ પોતાના માતા-પિતાની સાથે દરિયાકિનારે જ રહેતો હતો. દરિયામાંથી માછલીઓ પકડવી અને બીજે ગામ લઈ જઈ વેચવી તે જ તેનો ધંધો હતો. બાજુના ગામમાં નીલુ નામની એક સુંદર બોલકણી છોકરી રહેતી હતી તેની માછલી વેચવાની દુકાન હતી. પોતાના પિતાની સાથે તે પણ દુકાને બેસતી. ઉત્તમ તેના ત્યાં અવાર-નવાર માછલીઓ વેચવા માટે આવતો. તેને આ મીઠું બોલતી નીલુ ખૂબજ ગમતી હતી. એક દિવસ વાત વાતમાં તેણે, પોતાની નીલુ સાથે લગ્ન કરવાની ઈચ્છા છે તે વાત તેણે નીલુને જણાવી દીધી. નીલુએ ઉત્તમની વાતનો કંઈ જવાબ ન આપ્યો પરંતુ તે શરમાઈ ગઈ તેથી ઉત્તમ સમજી ગયો કે નીલુની પણ "હા" જ છે. ધીમે