(આગળ જોઈ ગયા કે-મીરાં ના મગજ ના રિપોર્ટ માં સબકોન્શિયસ માઈન્ડ નો ઉપયોગ વધારે થાય છે એવો આવતા આઇ.પી.એસ. રાજન સર મીરાં ને મળવાનો વિચારી પોતાના કામમાં પરોવાઈ ગયા.) સનરાઈઝ નામની પ્રતિષ્ઠિત સ્કૂલમાં અનેક બાળકો ભણતાં હતાં. અમુક કલાસ ના બાળકો આમથી તેમ ફરતાં હતાં. કેટલાક લાઈબ્રેરીમાં બેઠા હતા. ટીચર્સ સ્ટાફરૂમમાં બેઠા હતા. રીસેસ પડેલી હતી એવામાં જ એક માણસ બસસ્ટેન્ડ પર ઊતરી સ્કુલ તરફ આવતો હતો. તે માણસ ગેટ નજીક આવતા જ અચાનક બેભાન થઇ પડી ગયો. ગેટકીપરે તે માણસને પાણીનો છંટકાવ કરીને તેને ભાનમાં લાવી તેને ઊભો કર્યો. સ્કુલ ગેટ ની અંદર લઈને બેસાડયો. ગેટ કીપરે કરેલી મદદ ના