( યુવરાજ પહેલી વખત કંપનીની બીજી સાઈટ પર જઇ રહ્યો હતો.જે શહેરથી ત્રીસ કિલોમીટર દૂર મણિપુર નામના ગામમાં હતી. ત્યાં પહોંચતા જ યુવરાજે જોયું કે એક છોકરી નદીમાં ડૂબી રહી છે અને બચાવવા માટે કહી રહી છે. કાઈ પણ વિચાર્યા વગર તરત યુવરાજ નદીમાં કુદયો અને એ છોકરીને બહાર લઈ આવ્યો. ત્યાંજ એ છોકરી 'કનક' ના કાકી ત્યાં આવી પહોંચ્યા અને બંનેને સાથે જોતા ગુસ્સામાં કનકને થપ્પડ મારે છે. હવે આગળ.....) "જુઓ આ છોકરી પાણીમાં ડૂબી રહી હતી મેં તેને બચાવી છે એમાં તેનો કે મારો કાંઈ વાંક નથી. " "ખોટું બોલે છે?મેં મારી સગી આંખે