આગળ જોયું કે મયુર અને સાગરની લાગણીસભર મુલાકાત થાય છે. જેમાં મયુર સાગરના બધા પ્રશ્નોના સહજતાથી જવાબો આપી સાગરને પોતાની સાથે કામ કરવાની ભલામણ કરે છે. હેનીશ અને વિપુલને પણ પોતાની સાથે કામ કરે એ માટે મયુરે તેમને સમજાવવાની જવાબદારી સાગરને સોંપે છે. હવે આગળ......... * * * * * * * * * * * * * * * મયુરની વાત જાણ્યા પછી સાગર વધુ મૂંઝવણમાં મુકાયો. તેને મયુર સાથે કામ કરવામાં કોઈ તકલીફ હતી જ નહિ પરંતુ આજના દિવસે જ તેની શરૂ નોકરી છોડી દેવી પડે એમ હતી એ એના માટે અઘરું હતું કારણ કે તે