હાઇવે રોબરી 06 આખી બપોર બધા સાથે બેઠા.નંદિનીએ સોનલને પૂછ્યું :' જિજુ ના આવ્યા? ' ' આજે એમને અગત્ય નું કામ હતું.સાંજે લેવા આવશે.' બપોરે બધા કેટલીક રમતો રમ્યા , ગપ્પા માર્યા અને સાંજે માતાજી ના મંદિરે ગયા.બાજુમાં નદી વહેતી હતી.આશુતોષ અને વસંત નહાવા ગયા.વસંતને આશુતોષ સાથે ઘણી વાત કરવી હતી.પણ ખબર નહોતી પડતી કે વાત કેવી રીતે કરવી અને ક્યાંથી શરૂઆત કરવી.અને એ વાતએ દિવસે હદયમાં જ રહી. સાંજે છ વાગે નિરવ આવ્યો.સોનલને ફોન કરી એ આવ્યો હતો એટલેએ સીધો મંદિરે જ આવ્યો.નિરવ ના