આ મલ્હોત્રા ફેમિલી છે.... છળ કપટ તો એના લોહીમાં સમાયેલ છે!!!...... તું તારી મરજીથી આવી તો છે પણ તારી મરજીથી જઈ નહીં શકે!!!..... અહીં બધા લોકો બે ચહેરા લઈને ફરે છે!!! દરેકે છળ કપટના મુખોટા પહેર્યા છે.... એ તો જેને અનુભવ થયો હોય એજ જાણે...!!!" એ સફાળી બેઠી થઈ ગઈ. શ્વાસ જાણે અધ્ધર ચડી ગયો હતો. એ. સી. વાળા રૂમમાં પણ કપાળે પરસેવો ઉપસી આવ્યો. ગળું સાવ સુકાઈ ગયું હતું. બાજુના ટેબલ પર રાખેલી બોટલ લીધી પણ ખાલી! રાતના બે વાગ્યા હતા. પોતાની જમણી બાજુ નજર કરી તો યુવરાજ પડખું ફરીને સૂતો હતો. બોટલ લઈ રૂમની