ધારાનગરીના ભોજ રાજાનો દરબાર જેમ ચૌદ રત્નો વડે શોભતો હતો તેમ કચ્છ-ભુજનો દેશળ-દરબાર પણ ચૌદ રત્નો વડે દીપતો હતો. આ રત્નોમાં પ્રથમનાં ત્રણ રત્નો તરીકે ત્રણ જૈન યતિઓની ગણતરી થતી હતી. આ ચૌદ રત્નોનાં નામનો એક છપ્પય નીચે મુજબ છે –મોતી, મેરુ, અરુ, ખંત, ફતું ઔર અકબર અલી,રુદ્ર, ચંદ્ર, ગોવિંદ, ઉન્નડ કવિ, કેશવ કલી;કહાન, વીર ખેંગાર, વાલ, અરુ લાલા છલ્લી,જુગ મયંક સમ અંક, રત્ન નાર મહા પ્રબલ્લી;જ્યાં ભોજ ભુપ ધારાપતિ, લસત બસંત બલ બુદ્ધિ યુત,ત્ય ઈત રાજ રાજેન્દ્ર, રાજયો દેશલ કચ્છપત.ગોરજી મોતીચંદજીઆ ચૌદ રત્નોમાં પહેલાં ત્રણ રત્નોમાંના મોતીચંદ ગોરજી કચ્છ- અંજારમાં હતા. આજે પણ દેવળિયાને નાકે એમનાં મકાનો મોજૂદ છે.