હિયાન - ૨૧

(16)
  • 2.2k
  • 1k

બીજે દિવસે ન્યૂઝ ચેનલ માં એક લાશ મળી આવે છે તે સમાચાર આવતા હોય છે. પણ તે પહેલાં પણ એક સમાચાર આવ્યા હતા જેનાથી આખો દેશ ખળભળી ઉઠ્યો હતો. આખા દેશમાં એના વિશે જ ચર્ચા થતી હતી. દેશના ગૃહમંત્રી દેશ વિરૂદ્ધ ખુબજ મોટું કાવતરું ઘડી રહ્યા હોય છે એ માહિતી સમાચાર માં આવતી હતી. તેમાં હિમાની એ રેકોર્ડ કરેલો વિડીઓ પ્રસારિત થતો હોય છે. એ વીડિયોમાં સ્પષ્ટ દેખાતું હતું અને અનુજના શબ્દો સ્પષ્ટ સંભળાતા હતા કે એણે પ્રધાનમંત્રી બનવા માટે આખું કાવતરું ઘડ્યું હોય છે. પણ એમાં આયાન, માલવિકા અને હિયા વિશે ની વાત એડિટ કરીને કાઢી નાખી હોય છે. અને