આયાન પત્ર વાંચે છે. એ પત્ર હિયાએ લખ્યો હોય છે. અંદર હિયા એ આ મુજબ લખ્યું હોય છે.(હિયાના શબ્દોમાં)"મમ્મી, પપ્પા અને બાકીના તમામ..મેં કહ્યું હતું કે મને શોધવાની કોશિશ ના કરતા. તો પણ તમે મને છેલ્લા એક અઠવાડિયાથી શોધી રહ્યા છો. આ વાત મને પસંદ આવી નથી. હું હવે તમને છેલ્લી વાર કહું છું મને શોધવાનો પ્રયત્ન છોડી દો. સમય આવ્યે હું જાતે જ પાછી આવી જઈશ.દીદી તમારે આ સમયે આરામ કરવાનો છે તો તેની જગ્યાએ તમે મને શોધવામાં લાગી ગયા છો. આયાન તું પણ કેમ એમને બહાર આ રીતે જવા દે છે? એમને હવે બિલકુલ પણ સ્ટ્રેસ ના પહોંચે