સેવાની મશાલ

  • 4.9k
  • 2
  • 1.3k

????????? "આ જોને યાર, સરકાર પણ કશાં નક્કર પગલાં લેતી નથી. ધારે તો બધા અધિકારીઓ ઘણું બધું કરી શકે છે, પણ એ લોકોના અણધડ નિયમોને કારણે અંતે તો લોકોને જ તકલીફમાં મુકાવું પડે છે." રોહને ફોનમાં પોતાના મિત્ર અંકિતને ફરિયાદના સુરમાં કહ્યું. બંને વચ્ચે થોડીવાર આમતેમ વાતો ચાલી, જેમાં રોહનની દરેક વાતમાં આ કોરોનાની મહામારીની ફરિયાદોનો ઢગલો જ હતો. ફોન રાખીને રોહન પાછો પોતાના કામે વળગ્યો. આઈ.ટી. કંપનીમાં કામ કરતાં રોહનને વર્ક ફ્રોમ હોમનો ઓપ્શન તો હતો, પરંતુ ઘરે એકલા કામ કરવાનો કંટાળો આવતો હોવાથી એ અને બીજા કેટલાક એના સાથી કર્મચારીઓ ઓફિસે આવતા હતા. એ દિવસે થોડું વધારે કામ