ધ ગુજ્જુ એન્ડ ગન્સ - SEASON FINALE

(26)
  • 4.2k
  • 2
  • 1.5k

રાજવીર જાડેજાએ અન ઑફિસિયલી ટોમીનું એન્કાઉન્ટર કરી નાખવા કહ્યું. આ વાતની જાણકારી માત્ર પોલીસ તંત્રને જ હતી. આખરે એક દિવસ સાંજે જ ટોમી અને જેનેલિયાને હોસ્પિટલમાંથી રજા આપવાનો સમય થઈ ગયો હતો. ટોમી અને જેનેલિયા એકજ ગાડીમાં બેઠા અને તે ગાડીમાં રાહુલ પણ બેઠો હતો. રાહુલને પણ ખ્યાલ ન હતો કે પોલીસ અન ઑફિસિયલી એન્કાઉન્ટર કરવા જઈ રહી છે. પોલીસ દવાખાનાની બહાર રંગીન કપડામાં પિસ્તોલ સાથે તૈયાર ઊભી હતી તેઓ ખાલી ટોમી , રાહુલ તેમજ તેમના માણસોની બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા હતી. તેમની લગભગ ચાર ગાડીઓ હોસ્પિટલના મેઈન ગેટથી નીકળી. ત્રીજી ગાડીમાં ટોમી , રાહુલ અને જેનેલિયા બેઠા હતા.