આગળના ભાગમા ગુરુજી મંત્રોચ્ચાર કરીને ઘરના દરેક રૂમને કવચથી બાંધી દે છે, દેવસ્થાને અખંડ દીવો કરીને ધ્યાનમાં બેસી, ઓમકાર ધ્વનિ કરતા અનન્યાની આત્મા રૂમમાં આવે છે, ગુરુજી તેની મુકિત માટે અમિતના શરીરમાં પંદર મિનિટનો પ્રવેશ આપવા કહે છે, તેની ડેથ બોડી શોધી, અંતિમ વિધિ કરવા તેના પપ્પાને જણાવે છે, હવે આગળ.. ***** કર્મોનો હિસાબ રાખે ઈશ અહીં, કોઈ જોતું નથી મને, મનમાં વહેમ રાખો નહિ.. મૂંગી લાઠી કુદરતની વાગે અહીં, સરભર કરી દે છે, માટે ગુમાનમાં ફરશો નહિ.. "તમે મારા જેવી તુચ્છને ન્યાયને કાબિલ સમજી, માટે મારી આત્મા તમારી આભારી રહેશે," ગુરુજી.. જા હવે સમય બદલાયો છે, ઝંખનાની મદદથી તું