નવી શરૂઆત ભાગ -૪

  • 2.7k
  • 1.3k

"જો નસીબમાં જ અંધારું હોયને તો રોશની નામની છોકરી પણ દગો આપી જાય છે"ભાર્ગવને હાઈ-ફાઈવ આપતા બોલ્યો. "સાચું હો એલા મારી સ્કૂલમાં મારા મેડમ પર મને ક્રશ હતોને એમનું નામ પણ રોશની જ હતું.બહુ માર્યો યાર મને!" પારસ બોલ્યો. "અરે યાર હમણાં કેવું થયું મેં મારી ક્રશને મેસેજ કર્યો કે તને કેવો છોકરો ગમે?" "તો એણે શું જવાબ આપ્યો ખબર?" "શું?" "કે તારા સિવાય કોઈ પણ!!અને તે રાતે અપુન 2 બજે તક રોયા"કેહતા તેણે પારસના ખોળામાં માથું મૂકી દીધું. આ જોઈ કૃષિત બોલ્યો,"અરે આતો કાંઈ નથી હું જ્યાં રહુ છું ને તે મકાનમલિક એ તો મને ધમકી જ આપી ડાયરેકટ