મારા તૂટેલા સપનાઓ અને ઈચ્છાઓને મનનાં એક ખૂણે દબાવીને હું તૈયાર થઇ. ગુલાબી રંગની સાડી પહેરી હું બહાર આવી ત્યારે મહેમાન આવી ગયા હતા. મેં એક નજર અખિલ પર નાખી. ચા નાસ્તો આપી જતી હતી કે અખિલનાં મમ્મીએ મને એમના પાસે બેસાડી અને માથા પર હાથ ફેરવી બોલ્યા, “પ્રકાશભાઈ, તમારી દીકરી હવે મારી દીકરી થઈ. મને ખુશી ખુબ જ પસંદ છે. શું કહો છો અખિલ ના પપ્પા !” “અરે ભાઈ કરો કંકુના ! મને તો દીકરી પહેલેથી જ પસંદ હતી. આ તો બસ રિવાજ છે માટે આવવું પડ્યું.” કોઈએ ના તો મારી ઈચ્છા જાણવાની કોશિશ કરી કે ના મને