ગંધર્વ-વિવાહ. - 3

(133)
  • 9k
  • 7
  • 4.9k

પ્રવીણ પીઠડીયા.                   વના સોલંકીનો શ્વાસ ભરાઈ આવ્યો. ઉબડ-ખાબડ રસ્તા ઉપર સાયકલનાં એકધારા પેડલ મારવાનાં કારણે તેના ફેફસા કોઈ ઘમણની જેમ ચાલતાં હતા. ફોરેસ્ટ ચોકીથી તેનું ગામ માંડ પાંચેક માઈલ છેટું હશે પરંતુ એ પાંચ માઈલ કાપવા તેને અત્યારે બહુ અઘરા લાગ્યાં. એવું જ થતું હોય છે… ઘણી વખત માણસને જ્યારે ખુબ ઉતાવળ હોયને… ત્યારે એ કામ કોઈ દેખીતા કારણ વગર જ વિલંબમાં પડતું હોય છે. કુદરત જાણે કસોટી લેતો હોય એટલો ધીમો એ સમય વિતે. વના સાથે પણ એવું જ બની રહ્યું હતું. તેને ગામ પહોંચવાની જબરી ઉતાવળ હતી કારણ કે