કોની ગાય કોનું ખાય..!

  • 2.9k
  • 922

કોની ગાય કોનું ખાય...! સમજમાં આવતું નથી કે, આ ગાવડાઓને ક્યાંથી ખબર પડી ગઈ, કે સરકાર પણ ‘આપને દ્વાર’ નામનો ઉદ્ધારક કાર્યક્રમ ચલાવે છે..? એનું અનુકરણ કરીને ગાયો પણ સવાર પડે એટલે, ફેમીલી સાથે આંગણામાં આવતી થઇ જાય છે, બોલ્લો..! પેલાં લોકો ‘આપને દ્વાર’ ચલાવે, ને ગાયો ‘ગોકુળ તમારે દ્વાર’ ચલાવે, એટલો જ ડીફરન્સ..! જાણે કે બને જણા ‘રાષ્ટ્રીય કાર્યક્રમ’ ચલાવતા ના હોય..? પરોઢિયું થાય એટલે ગાય-દર્શન આપવા ગાયો આંગણે આવીને ઉભી જ હોય..! હિંદુ ધર્મમાં ગાયને, માતાનો દરજ્જો મળેલો છે. આ માતાઓને રઝળતી જોઇને અનુકંપા તો થાય મામૂ..! એમ થાય કે, ભલે આપણે ઘર વિહોણા થઈએ, પણ