પ્રેમની ક્ષિતિજ - 5

  • 4.8k
  • 2
  • 1.7k

સાંજનું સૌદર્ય...... પ્રકૃતિનું સુંદર હાસ્ય એટલે સાંજ.... સાંજનું સૌંદર્ય પોતાની અલગ આભા ધરાવે છે કોઈની રાહ જોતી કીકીઓ જાણે સાંજના સોનેરી સપના દ્વારા આંખો ને એક નવી ચમક આપે છે...., આવી જ સાંજની રાહ માં વિરાજ અને ઉર્વીશ...... કુસુમ અને અનંત......... બાળકોના સપનાઓ અને ભવિષ્યમાં જ પોતાનું સુખ શોધતા હતા અને તે જ વિચારવામાં જાણે તેમને આનંદ આવતો હતો. અને એ સાંજ આવે તે પહેલાની બપોર જ આલય અને મૌસમને રોમાંચિત કરી ગઈ.... આલય પોતાના જ વિચારમાં ગીત ગણગણતો હતો, એક નવા જ માહોલમાં આજે જવાનું હતું અને ત્યાં તો ફોનની રીંગે વર્તમાનમાં લાવી