અનંત સફરનાં સાથી - 32

(29)
  • 4.2k
  • 2
  • 1.8k

૩૨.નવા પાત્રની દસ્તક ઓપરેશન થિયેટરની લાઈટ બંધ થતાં જ ડોક્ટર બહાર આવ્યાં. આર્યન અને શિવાંશ ડોક્ટરની બંને તરફ ઉભાં રહી ગયાં. સામેની તરફ લોબીમાં રાહીનો આખો પરિવાર પણ ડોક્ટર પર જ નજર કરીને ઉભો હતો. બધાંને ડોક્ટર શું કહેશે? એ જાણવાની ઉતાવળ હતી. જે ડોક્ટર સમજી શકતાં હતાં. અમદાવાદ અને મુંબઈ બંનેનાં ડોક્ટર એકબીજા સામે જોઈ રહ્યાં. સસ્પેન્સ વધી રહ્યું હતું. હવે પૂછવા સિવાય આરો ન હતો. "રાહીને કેમ છે?" આખરે શિવાંશે પૂછ્યું. "હજું બેહોશ છે." મુંબઈનાં ડો.શેટ્ટીએ કહ્યું, "સર્જરી સક્સેસફુલ રહી છે. હવે હોશમાં નાં આવે ત્યાં સુધી કંઈ કહી નાં શકાય." બંને ડોક્ટરનાં ચહેરાં પર ખુશીની લહેર દોડી