ગ્રંથાલયની મુલાકાત..

(30)
  • 4.3k
  • 3
  • 1.3k

ગ્રંથાલયની મુલાકાતઆજે રવિવારનો દિવસ હતો એટલે સ્કૂલમાં રજા હતી. તો પણ યશ સવારે વહેલો ઊઠીને તૈયાર થઈ ગયો. રોજ બૂમો પાડતા પણ ના ઉઠતા યશને આમ તૈયાર થતાં જોઈને એના મમ્મી પપ્પા સહેજ આશ્ચર્ય તો પામ્યા પણ આજે એનો દસમો જન્મ દિવસ હતો એટલે વહેલો ઉઠ્યો હશે એમ માની લીધું. તૈયાર થઈને યશ મમ્મી પપ્પા અને દાદા દાદીને પગે લાગ્યો. બધાએ એને આશીર્વાદની સાથે સુંદર ગિફ્ટ પણ આપી પણ યશની નજર ચારેબાજુ કંઈક શોધતી હતી. એક દાદા સિવાય બધા જ આશ્ચર્યથી યશની હરકતો જોઈ રહ્યા હતા. ત્યાં જ હળવું સ્મિત કરતાં દાદા બોલ્યા, "ધીરજ રાખ યશુ, દસના ટકોરે તને તારી ગિફ્ટ