રિયુનિયન - (ભાગ 5)

  • 3.6k
  • 1.5k

ફોન ની સ્ક્રીન ઉપર વાણી નું નામ વાચીને હિરવા દોડીને ઉપર ની રૂમ માં જતી રહી....અને રડવા લાગી....નભય ફોન હાથ માં લઈને પાછળ આવેલા ગાર્ડન માં જતો રહ્યો...." ક્યાં છે તું....?" વાણી ખૂબ જ ગુસ્સા માં બોલી રહી હતી...નભય ને થોડી વાર પહેલા એની અને હિરવા વચ્ચે જે કંઈ થયું એ યાદ આવી રહી હતુ...."તું સાંભળે પણ છે હું બોલું છું એ....હેલો....હેલો નભય...." ફોન માં સામેના છેડેથી વાણી બોલી રહી હતી ..."હ...હા...બેબી બોલને...." વાણી નો અવાજ સાંભળીને ફોન હજી ઉપાડ્યો જ હોઈ એ રીતે નભય બોલી રહ્યો હતો..." શું બેબી.....હું બોલું છું એ તું સાંભળે પણ છે કે નહિ....ક્યાં છે