રિયુનિયન - (ભાગ 4)

  • 3.6k
  • 1
  • 1.7k

આગળની કહાની નભય ને ખબર જ ન હોઈ એ રીતે હિરવા ને પૂછી રહ્યો હતો.... " તો આગળ નાટક થયું કે બંધ રહ્યું...?" "કેમ ત્યારે તું ક્યાં હતો....?" હિરવાએ જવાબ આપવાના બદલે સામે સવાલ કર્યો... "હું તો બસ...લાયબ્રેરી માં....." નભય એનું બોલવાનું પૂરું કરે એ પહેલાં જ હિરવા બોલી ઉઠી ... "લાઈબ્રેરી માં કે લાઈબ્રેરી વાળી માં......." હિરવા એટલું બોલીને અટકી ગઈ... " અરે તું કિચન માં જઈને જોતો જરાક ...." નભય ચિંતા માં આવી ગયો હોઈ એ રીતે બોલી રહ્યો હતો... " કેમ ...શું થયું...." હિરવા ભારેખમ ચિંતા માં આવી ગઈ અને ઊભી થઈને કિચન તરફ ચાલવા જતી હતી