આગળ જોયું કે મયુર તેના કામમાં સફળતા મળ્યા બાદ મીનાક્ષીને મળવા જાય છે. બંને વચ્ચે ઘણા મહિનાઓના વિરહ બાદ એક લાગણીશીલ મુલાકાત થાય છે. બંને કેશુભાઈ પાસે છે જ્યાં ગોરબાપા ને બોલાવીને ૨૦ દિવસ પછીની લગ્નની તારીખ લેવાય છે. કેશુભાઈ આ ૨૦ દિવસ સુધી મયૂરને અનાથાશ્રમમાં જ રહેવાનું ફરમાન કરે છેહવે આગળ.......... * * * * * * * * * * * * * * * કેશુભાઈની વાતને અનુસરવા સિવાય મયુર પાસે બીજો કોઈ રસ્તો નહોતો. કારણ કે અત્યાર સુધીમાં આટલા અધિકારથી કેશુભાઇએ ક્યારેય કીધું નહોતું. એટલે મયુરે કેશુભાઈનું માન જાળવવા