લીલો ઉજાસ - પ્રકરણ - ૬ - સોનુ અને મોનુની જોડી – દિવ્યેશ ત્રિવેદી

(13)
  • 3.7k
  • 1.5k

બેલ વાગ્યો એટલે મનહરભાઈએ બારણું ખોલ્યું. ઘડીભર તો એમને એમ જ લાગ્યું કે જાણે એ કોઈ સપનું જ જોઈ રહ્યા છે. સામે સોનુ ઊભી હતી. શું બોલવું એ જ મનહરભાઈને સમજાયું નહિ. મનમાં ઊંડે ઊંડે જેની અપેક્ષા હોય અને એ જ અપેક્ષા નિરાશામાં પલટાઈ ગઈ હોય ત્યારે અચાનક એ જ વ્યક્તિ સામે ઊભેલી દેખાય ત્યારે ક્ષણ વાર તો બુધ્ધિ જ બહેર મારી જાય અને જાણે બધું જ થીજી ગયું હોય એવું લાગે. પરંતુ મૌન રહેવું એ સોનુનો સ્વભાવ નહોતો. એથી એણે જ મનહરભાઈ કંઈ બોલે એ પહેલાં બોલવા માંડયું, “અંકલ, તમે મને જાણ ન કરી એ માટે