અર્થારોહિ - 1

  • 5.2k
  • 1.9k

રાજકોટ શહેરમાં આવેલી એક ખાનગી હોસ્ટેલના એક રૂમમાં ચાર બેડ, દીવાલ સાથે જ લગોલગ જોડાયેલ એક લાકડાનો મોટો કબાટ રાખેલો હતો. ફ્લોરની ટાઇલ્સ સ્વચ્છતાને લીધે ચમકી રહી હતી. રૂમની બારી પાસે એક સ્ટડી ટેબલ સુંદર રીતે ગોઠવેલું હતું. તેની ઉપર પાણીની બોટલો, પુસ્તકો,નોટબુક્સ, બોલપેન અને માર્કર પડ્યા હતા. સાઈડમાં બેસવા માટે બે ખુરશી રાખવામાં આવી હતી. ચાર જણ રહી શકે એટલી વ્યવસ્થા રૂમમાં કરવામાં આવેલી હતી. ‌‌ ત્યાં એક ખુરશી ઉપર બેસીને ટેબલ પર પુસ્તક રાખી આરોહી વાંચી રહી હતી. કમર સુધી પહોંચે એટલા લાંબા અને કાળા રેશમી વાળ બારીમાંથી આવતા હવાના હળવા જોકા સાથે ફરફરી રહ્યા હતા. ભૂખરી, અણીયાળી