નૈના હૈ મોતિયા ભરી..! કોઈપણ જાત-જાતી-પદાર્થ-વસ્તુ કે દેશ દેશાવરના કોઈને કોઈ પ્રકાર તો રહેવાના..! સાધુ સંતો ને ભગવાનના પ્રકારનો પણ ક્યાં તોટો છે દાદૂ..? આંખ સામે જોવાની ફુરસદ નથી એટલે, બાકી આંખના પણ અનેક પ્રકાર..! બકી સિવાય આ બંદાએ કોઈની આંખમાં ડૂબકી મારી નથી. ડૂબકી તો ઠીક, ચરણામૃત પણ લીધું નથી. છતાં અમુકની આંખ જોઈએ તો, સમ્રાટ મગજનું કહેવું છે કે, દુનિયામાં શ્રેષ્ઠ આંખ જો કોઈની હોય તો, ઐશ્વર્યારાય, દીપિકા પાદુકોણ, એન્જલીના જોલીની અને ચોથી મારી વાઈફ બકી..! (જે પતિ વાઈફને ગણતરીમાં લઈને ચાલતો નથી, એ હજી ઘરે બેસીને તુવેર છોલે છે..!) આ બધાની આંખો ભગવાને ખાસ