ફેફસાં એક મંદિર આ તો એક મઝાક કે, ‘દિલ એક મંદિર’ ની જગ્યાએ ‘ફેફસાં એક મંદિર’ રાખીએ તો..? શબ્દો ક્યાં કોઈના ગુલામ છે..? શબ્દો ઉપર તો જગતનો વ્યવહાર ને કારોવાર ચાલે..! માત્ર પોતીકા સ્વાર્થ માટે શબ્દો વાપરવાની આવડત જોઈએ, રાવણ શ્રી રામ જેવો લાગવા માંડે, ને શ્રી રામ રાવણ બની જાય..! માણસ અંદરથી ભલે ખોખલો કે ખોરો હોય, વાણી અને પાણી જ જોઈએ. બધું જયશ્રી કૃષણ થઇ જાય..! આપોઆપ અંજળપાણીની વૃદ્ધિ થઇ જાય થાય..! મારે હાસ્ય-કથા કરવી છે, આ દિલ શબ્દની..! આ દિલ શબ્દ ઉપર આમ જુઓ તો ખુલ્લેઆમ ‘બળાત્કાર’ થતો