સફળતા

(14)
  • 2.7k
  • 1
  • 896

માધવે પોતાના જીવનમાં જે ધાર્યું હતું, જે નક્કી કર્યું હતું તે, તેણે આજે કરીને બતાવ્યું હતું. મીડિયાવાળા પણ આજે તેની મુલાકાતે આવી પહોંચ્યાં હતાં. માધવે કલ્પના પણ ન હતી કરી કે, તેણે જે સિદ્ધિ હાંસલ કરી છે તેનાથી તેને આટલી બધી પ્રસિધ્ધિ મળશે અને આટલો બધો તે બધાજ મીડિયામાં છવાઈ જશે. મીડિયાવાળાને તો કોઈપણ સમાચાર મળ્યાં નથી કે તે ત્યાં જગ્યા ઉપર પહોંચ્યા નથી. માધવ પોતાના મમ્મી-પપ્પાનો એકનો એક દીકરો હતો. ભણવામાં પહેલેથી જ ખૂબજ હોંશિયાર હતો પરંતુ મમ્મી-પપ્પાની પરિસ્થિતિ પહેલેથી જ ખૂબ નબળી એટલે માધવને સરકારી શાળામાં ભણવા માટે મૂકવામાં આવ્યો. ભણવામાં ખૂબ હોંશિયાર માધવને સરકારી શાળાનું શિક્ષણ ફાવતું