ના પૂછો મિત્રો કેવી આ વાત થઈ જેને બનાવી સૃષ્ટિ આખી તેની આંખો માંથી પણ નીર ની વરસાદ થઈ..... ચોમેર કાળા વાદળો છવાયેલા હતા. વખત મધ્ય જૂનનો હતો. આ વાદળોને જોય સૌના મનમાં ખુશીની લહેર છૂટી હતી.વૃક્ષો, ખડૂતો, મોરલાઓ અને કેટલાય વર્ષા પ્રેમીઓ આ ખુશી જોય દેવરાજ ઈન્દ્ર આજ ઉલ્લાસ અને ઉમંગ થી વર્ષી જવાની પુરી ઈચ્છામાં હતા. આજ તેમના હૃદયમાં પણ એક લહર છૂટી હતી. આ હજારો પ્રકાશિત ખુશીના દિવા વચ્ચે એક દુઃખી પ્રકાશહીન દીવડો પણ હતો. રોડના કિનારે એક કાચી ઝૂંપડી હતી. ઘાસના