રેડ અમદાવાદ - 19

(18)
  • 3.8k
  • 1
  • 1.5k

૨૦૨૦, જાન્યુઆરી ૧૬, સવારના ૦૯:૦૦ કલાકે સોનલને મળેલ કાગળના શબ્દો “સેવા, સુરક્ષા, શાંતિ” મગજની ગલીઓમાં રચાતા મેળામાં ચકડોળે ચડ્યા હતા. વિચારો તાકતવર દરિયાના મોજાંની માફક અથડાઇ રહ્યા હતા. સોનલ જાણતી હતી કે “સેવા, સુરક્ષા, શાંતિ” એ ગુજરાત પોલીસનું સૂત્ર હતું, અને એનો સીધો ઇશારો એવો હતો કે ચોથી વ્યક્તિ જેની હત્યા થવાની હતી, તે પોલીસ સાથે જોડાયેલી હતી અથવા પોતે પોલીસ હતી. આથી જ સોનલના મનમાં તોફાન ચાલી રહ્યું હતું. આ તોફાનને ધીમું પાડ્યું, સોનલના ફ્લેટના ડોરબેલે. રણકાર ચાલુ જ હતો. સોનલે દ્વાર ઉઘાડ્યા, ‘હવે સ્વીચ છોડ.’ ‘શું વિચારતી હતી? ક્યારની બેલ મારી રહી છું.’, મેઘાવી ધડ દઇને સોફા પર