ધૂપ-છાઁવ - 21

(32)
  • 5.3k
  • 3.6k

આપણે પ્રકરણ-20 માં જોયું કે, ઈશાન પોતાની જગ્યાએથી ઉભો થયો અને તેણે અપેક્ષાને પાણીનો ગ્લાસ ધર્યો. અપેક્ષાને પણ જાણે ગળામાં ડૂમો બાઝી ગયો હોય તેમ તેણે ઈશાનના હાથમાંથી પાણીનો ગ્લાસ લઈ લીધો અને બધું જ પાણી ફટાફટ ગટ ગટાવી ગઈ પછી તેણે ઈશાનની સામે ગ્લાસ પાછો ધર્યો. ઈશાને ગ્લાસ તેની જગ્યાએ મૂક્યો અને એક સ્ટુલ લઈ તે અપેક્ષાની સામે બેસી ગયો અને ફ્રેન્ડશીપ માટે તેણે અપેક્ષાની સામે હાથ લંબાવ્યો અને બોલ્યો કે, " અપેક્ષા,‌ ફ્રેન્ડ બનીશ મારી..?? " અપેક્ષા ઈશાનના પ્રશ્નનો કંઈજ જવાબ આપી શકી નહીં પણ તેના મગજમાં શું વિચાર આવ્યો કે તરત જ તેણે ઈશાનની દોસ્તીનો સ્વિકાર કરતી