પુનર્જન્મ 09 સવારે સાત વાગે ફરી પથ્થર વાગ્યો. અનિકેતે જોયું , મગન ચ્હા લઈને ઉભો ઉભો ડોકિયું કરી હસતો હતો. આઠ વાગે અનિકેતે તૈયાર થઈ માસીના આંગણામાં ડોકિયું કર્યું તો મગન તૈયાર થઈ અધીરો થઈ બેઠો હતો. અનિકેતે એને પાદરે જવા ઈશારો કર્યો. મગન ખુશ થઈ બહાર દોડ્યો. અનિકેત એને જોઈ રહ્યો. મગનમાં માસીનું રૂપ ઓછું આવ્યું હતું. દેખાવમાં કાકા ઉપર ગયો હતો. સહેજ પાતળો , ઉંચો , પહોળા ખભા , સહેજ ઘઉંવર્ણો , હજુ પરિપક્વ ઓછો હતો પણ આમ બહાદુર હતો , પણ માસીની જેમ પ્રેમાળ હતો.