પગ...

  • 2.1k
  • 1
  • 666

પગ.....વાર્તા.. દિનેશ પરમાર નજર*****************************************સાવ અંગત ડાયરીમાં ડૂસકાં છે, ઘાવ છે. પ્રેમ કીધાનો મળેલો વૈભવ સરપાવ છે.ઝાંઝરી જળમાં ઝબોળી જ્યાં સદા એ બેસતી, આજ પણ ત્યાં ધૂધરી પડઘાય છે વાવમાં. - ધૂની માંડલિયા *****************************************મહાનગર મુંબઈના દાદા સાહેબ ચિત્ર નાગરી એટલેકે ફિલ્મ સિટી સ્ટુડિયો ગોરે ગાંવ (પૂર્વ) ખાતે સવારથીજ લોકોની ભીડ ઉમટી પડી હતી. નવી નવી શરૂ થયેલી ટીવી ચેનલ " રસ દર્શન" માં ટીઆરપી માટે, નવા નવા આકર્ષક પ્રોગ્રામો અંતર્ગત "નૃત્ય કે સિતારે " નો નવો પ્રોગ્રામ લોન્ચ કરતા અગાઉ તેના ઓડિશનમાં ભારતના જુદાજુદા