હાઇવે રોબરી 04 વસંતે બીજો દિવસ પરાણે કાઢ્યો. એ રાતે આઠ વાગે મોટરસાઇકલ લઈ રેલવે સ્ટેશને ગયો. ટાઈમ થઈ ગયો હતો પણ ગાડી હજુ આવી નહતી. આશુતોષને ફોન લગાવ્યો. ગાડી અડધો કલાક લેટ હતી. આશુતોષ , વસંત નો ખાસ મિત્ર હતો. રેલવે સ્ટેશનથી ઘરે જવાનો ટૂંકો રસ્તો સ્મશાન આગળથી જતો હતો. અને આશુતોષને જો કોઈ કંપનીના હોય તો સ્મશાન આગળથી જવામાં એને ખૂબ ડર લાગતો હતો. એટલે જો કંપનીના મળે તો એ લાંબો રસ્તો પકડતો. પણ એમાં ટાઈમ ઘણો જતો. એટલે જ જ્યારે જ્યારે ટાઈમ મળતો ત્યારે વસંત આશુતોષને