હાઇવે રોબરી - 1

(28)
  • 7.9k
  • 2
  • 4.3k

હાઇવે રોબરી 01 સવારના સાડા અગિયાર થયા હતા. વસંત જમી ને ખાટલામાં આડો પડ્યો હતો અને એના ગજવામાં રહેલ મોબાઈલમાં વાઈબ્રેશન થયું. એણે મોબાઈલ કાઢીને જોયું. એનો જ મિસકોલ હતો. એનો અર્થ એ કે ઓપરેશન કદાચ ચાલુ થશે.એ તૈયાર થયો. એણે રાધા ને કહ્યું ' બહાર જાઉં છું , કદાચ ટ્રેકટરની સર્વીસ માટે જવું પડશે. મોડું થાય તો તમે જમી લેજો.' રાધા એની પત્ની , બે માળના ઘરની બહાર વિશાળ આંગણમાં વાસણ ઘસતી હતી. બહાર ત્રણ વૃક્ષો છાયા આપતા હતા. એક વૃક્ષની નીચે દોઢ વર્ષનો બાબો લાલો ઘોડિયામાં