ભીમ એકાદશી

(14)
  • 5.6k
  • 2
  • 1.7k

લેખ:- ભીમ એકાદશી વિશે માહિતી લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની આપણે જાણીએ જ છીએ કે આપણાં હિંદુ ધર્મમાં વ્રતો અને ઉત્સવોનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. દરેક વ્રત અને ઉત્સવ પાછળ કોઈક ને કોઈક ધાર્મિક પ્રસંગ જોડાયેલ છે. આવું જ એક વ્રત છે, ભીમ એકાદશીનું. પાંડુપુત્ર ભીમ દ્વારા કરવામાં આવેલ એકમાત્ર ઉપવાસ. આ એકાદશીનું હિંદુ ધર્મમાં, ખાસ કરીને વૈષ્ણવોમાં ખૂબ જ મહત્ત્વ છે. આજે હું આ એકાદશી વિશે જ થોડી ચર્ચા કરવાની છું. જેટલી માહિતી હું મેળવી શકી એટલી આપની સમક્ષ રજુ કરું છું. નિર્જળા - ભીમ એકાદશી કરવાનું ફળ પદ્મ પુરાણમાં ભીમ એકાદશી એટલે કે, નિર્જળા એકાદશી કરવાનો મહિમા