વર્તમાનમાં.... હિરવા કલાસમાં બેઠી બેઠી બધું વિચારી રહી હતી....ક્યાં એ જિંદગી હતી જે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર ની હતી જેમાં આનંદ ને આનંદ જ હતો .... અને હવે તો જિંદગી દોડધામ માંથી ઉંચી ન આવે એવી થઈ ગઈ છે... હિરવા પોતાના જ વિચારોમાં ખોવાયેલી હતી .....પહેલા જે થયું હતું એ વિચારી ને પોતાના ઉપર જ ઘૃણા આવી રહી હતી.... એ પોતાના વિચારોમાં હતી ત્યારે એની બાજુમાં નભય આવી ને બેસી ગયો હતો એની જાણ એને હતી જ નહિ...... નભય એ હિરવાને હચમચાવી નાખી ત્યારે હિરવા વર્તમાનમાં આવી .....અને એ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ ....