વ્હાલા પપ્પા,ખબર છે રોજ મળું છું, પણ તોય આજે તમને પત્ર લખવા બેઠી છું. પત્ર લખતા આવડતું તો નથી. પણ કેટલાક સંસ્મરણો ચિતરવાની ઈચ્છા થઈ આવી.ચાલતા નતું આવડતું તો ખભે બેસાડીને દુનિયા દેખાડી છે અમને. આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું તમે. ઘણી ભૂલો કરી અમે અને તમે ખીજવાયા પણ ખરા. પણ તમે જ હસાવ્યા પણ છે. યાદ છે હજી પણ એ નાનપણના દિવસો. જ્યારે અમારી પરીક્ષાઓ આવવાની હોય ત્યારે તમે પેલી લાકડીની ફૂટપટ્ટી લઈને બેસતા અને કહેતા, " આટલા સવાલ મોઢે કરી નાખો એક કલાકમાં. નય થાય તો પચાસ ઉઠબેસ કરવી પડશે અને આ ફૂટપટ્ટીનો માર પડશે. (પેલી લાકડાની ફૂટપટ્ટી બતાવતા કહેતા.)"