૨૯.મુશ્કેલ ઘડી મુંબઈનાં રાશિ સાડી એમ્પોરિયમની અંદર સારી એવી ભીડ જામી હતી. દુકાનની અંદર સાડીઓનો ઢગલો પડ્યો હતો. જેને બધી સ્ત્રીઓ ઘેરીને બેઠી હતી. જેમાં થોડીઘણી છોકરીઓ પણ હતી. સમયાંતરે દાઢી ન થવાથી પ્રમાણમાં વધીને ઘાટી થયેલી દાઢીવાળો છોકરો એ બધી સ્ત્રીઓને સાડીઓ બતાવીને તેની ક્વોલિટી જણાવી રહ્યો હતો. બધી સ્ત્રીઓ અને છોકરીઓ સાડી કરતાં વધારે એ છોકરાંને જોઈ રહી હતી. બ્લેક શર્ટ અને બ્લૂ લોફર જીન્સ પહેરેલો એ છોકરો જોતાં જ કોઈનાં પણ દિલમાં વસી જાય એવું વ્યક્તિત્વ ધરાવતો હતો. તેની કથ્થઈ રંગની આંખો અને જમણાં આઈબ્રોની ઉપર રહેલું તલ બધાંને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું હતું. એમાંય તેની