અનંત સફરનાં સાથી - 28

(31)
  • 3.6k
  • 2
  • 1.7k

૨૮.જીદ્દ શિવમનાં પરિવારનાં ગયાં પછી નીલકંઠ વિલામાં એક ખુશીની લહેર દોડી ગઈ. છતાંય રાહીનાં મનનાં ખૂણે હજું પણ શિવાંશનાં વિચારો ચાલી રહ્યાં હતાં. ત્યાં જ રાધિકાએ તેનાં હાથમાં અમુક પેપર્સ પકડાવી દીધાં. રાહી એ પેપર્સ જોઈ રહી. નજર કાગળો પર ફરી રહી હતી. પણ મન તો બીજે જ અટવાયું હતું. રાધિકાને એમ હતું, કે રાહી પેપર્સ વાંચી રહી છે. પણ રાહી તો માત્ર એ પેપર્સ કોઈ જોવાલાયક વસ્તુ હોય એમ જોઈ રહી હતી. વાંચવાની વાત તો દૂર રહી. એ પેપર્સ તેને કોણે આપ્યાં? એ પણ રાહીને ખબર ન હતી. "સ્કુલની જમીન માટેનાં પેપર્સ છે." રાધિકાએ ડાઇનિંગ પર ફ્રુટની ટોકરીમાં પડેલું