લીલો ઉજાસ - પ્રકરણ - ૫ - તદ્દન રેઢિયાળ છોકરી છે! - દિવ્યેશ ત્રિવેદી

(12)
  • 3.7k
  • 1.6k

મનહરભાઈનું મન સતત એવી કોઈ વ્યક્તિને શોધવા મથતું હતું કે જેની સાથેની વાતચીતમાં મનીષા ખૂલે અને બોલતી થાય. મનહરભાઈએ પોતાની મૂંઝવણ વિનોદિનીબહેન સમક્ષ પ્રગટ કરી. એ પણ વિચારવા લાગ્યાં. પછી એકદમ ઝબકારો થયો હોય એમ બોલ્યા, “પેલી સોનલ... સોનુ... મનીષાની એક જ ફ્રેન્ડ છે. એ કદાચ મનીષાને બોલતી કરી શકે.” “સોનુ...? છટ... એ તો ઝંડો છે ઝંડો! એનું કામ નહિ! એ જ એટલી બકબક કરે છે કે મનીષાને બોલવાનો ચાન્સ જ ન મળે... એને કોઈ દિવસ ચૂપ જોઈ છે? ના, ના, એનું કામ નહિ.” “તમારી વાત સાચી છે, પણ આ તો તમારો અભિપ્રાય છે. મોનુને