ઉદયે શા માટે આત્મહત્યા કરી હશે એ સવાલ લગભગ સૌ કોઈને મૂંઝવતો હતો. એનું કારણ એ હતું કે, ઉદયને દેખીતી નજરે કોઈ દુઃખ નહોતું. જેમણે પણ ઉદય અને મનીષાને સાથે જોયાં હતાં એમને એ બંને ખુશખુશાલ લાગ્યાં હતાં. પાંચ વર્ષ પહેલાં માતા અને ત્રણ વર્ષ પહેલાં પિતા ગુમાવ્યા પછી એના મોટા જનાર્દનભાઈએ એને સાચવ્યો હતો. જનાર્દનભાઈનાં પત્ની જ્યોતિબહેન પણ ખૂબ પ્રેમાળ અને સમજદાર હતાં. પિતાની થોડી ઘણી મિલકત હતી. બંને ભાઈઓએ એ વહેંચી લીધી હતી. જનાર્દનભાઈ ડભોઈની એક સ્કૂલમાં શિક્ષક હતા. એમના ભાગે ડભોઈનું ઘર આવ્યું હતું અને ઉદયને જે રોકડા પૈસા મળ્યા હતા. એમાંથી એમણે એને વડોદરામાં ફ્લેટ