લીલો ઉજાસ - પ્રકરણ - ૧. ફૉનનું રહસ્ય – દિવ્યેશ ત્રિવેદી

(17)
  • 4.1k
  • 2.1k

રાબેતા મુજબ સવારે છ વાગ્યે મનહરભાઈની આંખ ખૂલી ગઈ. એમના આશ્ચર્ય વચ્ચે એમની પડખે સૂતેલાં એમનાં પત્ની વિનોદિનીબહેન જાગી ગયાં હતાં અને છતને તાકી રહ્યાં હતાં. સામાન્ય રીતે મનહરભાઈ ઊઠી જાય ત્યારે વિનોદિનીબહેનનો હજુ છેલ્લો પ્રહર ચાલતો હોય. મનહરભાઈ એમને જાગી ગયેલાં જોઈને સહજ મર્માળું હસ્યા. એ જેવા પથારીમાં બેઠા થયા કે તરત વિનોદિનીબહેન બોલ્યાં, “હું તો કયારનીય જાગું છું. ખબર નહિ, કોણ જાણે કેમ પણ મળસ્કે આંખ ઊઘડી ગઈ એ પછી ઊંઘ જ ન આવી ...” મનહરભાઈ કંઈ બોલ્યા નહિ એટલે એમણે આગળ ચલાવ્યું. “કારણ વગર જીવને કચવાટ થતો હોય એવું લાગે છે...” મનહરભાઈએ ઊંડો શ્વાસ