પતિ પત્ની અને પ્રેત - ૩૩

(70)
  • 5.6k
  • 3
  • 2.7k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૩૩રિલોકની સાથે રેતા પણ ચોંકી ગઇ હતી. રેતાએ હમણાં જ પહેરેલા પોતાના અસલી મંગળસૂત્ર પર હાથ ફેરવ્યો. ચિલ્વા ભગત આંખો બંધ કરી ધ્યાન ધરીને જયનાના પ્રેતનો સામનો કરવા સજ્જ થઇ રહ્યા હતા.જામગીરે પોતાના ધ્રૂજતા હાથથી રિલોકનો હાથ પકડી લીધો ત્યારે તેનો હાથ પણ ડરથી ધ્રૂજતો હોવાનો અનુભવ કર્યો. જશવંતભાઇ અને જાગતીબેન પણ સતર્ક થઇ ગયા હતા. હવે પછીની ઘડીએ શું બનશે એ કોઇ કહી શકે એમ ન હતું.અચાનક સાધુના મુખેથી "ચિલ્વા..." નો ઉચ્ચાર સાંભળી ચિલ્વા ભગતે ચમકીને આંખો ખોલી અને ગુસ્સાથી બોલ્યા:"તું ગમે તેટલી ચાલાકી કરીશ પણ અમે તને ઓળખી ગયા છે...'સાધુ દાઢી પર હાથ