૨૦૨૦, જાન્યુઆરી ૧૫, સવારના ૦૭:૦૦ કલાકે સુજલામ ફ્લેટમાં સોનલનો ફોન રણકી રહ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાંથી ફોન આવેલો. સોનલને ૧૪ જાન્યુઆરીની રાતે થયેલ હત્યા વિષે જણાવવામાં આવ્યું. સોનલ તુરત જ તેની ટુકડીને જણાવી, હત્યાના સ્થળ પર જવા નીકળી. એકદમ ઢીલા ટ્રેક અને ટી-શર્ટમાં સોનલ હાજા પટેલની પોળના નાકા પર બિપીન સાથે પહોંચી. હવાલદારે સુમોનો દરવાજો ખોલ્યો અને સોનલને દિશાસંચાર કર્યો. સોનલ હત્યા થઇ હતી તે ઘરના દરવાજાની સામે ઊભી હતી. દરવાજાની જમણી તરફ “વિજય બારોટ” લખેલું હતું. એટલામાં જ મેઘાવી અને ચિરાગ પણ આવી પહોંચ્યા. ‘લાગે છે, અમદાવાદના પ્રતિષ્ઠીત વ્યક્તિઓની પાછળ કોઇ હાથ થોઇને પડ્યું છે...’, મેઘાવીએ નામ લખેલ તક્તિ