સફળતાની ચાવી

  • 4.1k
  • 1
  • 816

" શંકર કેમેરાની લાઈટ્સ તો તે બરાબર ચેક કરી લીધી છે ને..?? અને હૉલની લાઈટ્સ પણ બરાબર ચેક કરી લેજે અને મૃણાલિની મેમની આંખમાં લાઈટ ન પડવી જોઈએ તેનું બરાબર ધ્યાન રાખજે અને હા, પાછળના દરવાજે બરાબર લાઈટ તો કરેલી છે ને અંધારામાં કઈ રીતે મૃણાલિની મેમ અંદર આવશે જરા ચેક કરી આવ જા અને હા, હું હવે તેમને ફોન કરીને પૂછી લઉં કે તે કેટલી વારમાં અહીં આપણા સ્ટુડિયો ઉપર પધારી રહ્યા છે. કારણકે આપણે તેમને વેલકમ કરવા માટે પાછળ ના ગેટ પાસે ઊભા રહેવું પડશે. " મેહુલ શંકરને સુચના આપે જતો હતો અને એક જ શ્વાસે બધું જ