જજ્બાત નો જુગાર - 16

(26)
  • 3.7k
  • 1.4k

પ્રવિણભાઈ વિચારતા હતા કે નક્કી ફરી થી કંઈક રંધાયું લાગે છે. આ બાયુંની નાની નાની વાતો સાંભળવા કરતાં તો... પ્રવિણભાઈ કલ્પનાની નજીક જઈને પુછ્યું શું થયું બેટા..? હું તારા બાપુજીને લઈને હોસ્પિટલ લઈ જાવ છું. "પણ... પણ મને બહુ જ પેટમાં દુખે છે" કલ્પના બોલી. આટલું જ સાંભળતા જ બધાના ચહેરાનાં ભાવ બદલાઈ ગયાં કે આ શું હજુ તો માંડ માંડ એક રોગ મટીને સારો થયો છે ત્યાં ફરી થી... પ્રકાશભાઈની ચિંતા વધી ગઈ. તે વિચારવા લાગ્યાં કે આ સમાજમાં ખબર પડશે કે કલ્પના હંમેશા માંદી જ હોય તો એમની સગાઈ નહીં થાય. પ્રકાશભાઈએ ઘરનાં તમામ સભ્યો ને જણાવી