પુનર્જન્મ - 4

(32)
  • 5.5k
  • 2
  • 3.5k

પુનર્જન્મ 04 વિશાળ રૂમને અનિકેત જોઈ રહ્યો. ફાર્મ હાઉસ જેટલું ભવ્ય હતું , બંગલો એટલો જ ભવ્ય હતો અને રુમ પણ એટલો જ ભવ્ય હતો. એરકનડિશન ચાલુ હતું. વીસ બાય ચાલીસનો એ રૂમ કોનફરન્સ રૂમ હોય એવું લાગ્યું. પણ કોઈ ઓફીસ જેવી રચના ન હતી. સોફા અને ખુરશીઓની વચ્ચે એક વિશાળ લંબચોરસ ટીપોઈ મુકેલી હતી. ટૂંક માં આરામથી બેસીને કોન્ફરન્સ કરવાની વ્યવસ્થા હતી. એક તરફ એક વિશાળ સિસમના વોર્ડરોબમાં લાઈનસર પુસ્તકો હતા. કાચમાંથી એ પુસ્તકોના નામ વાંચી શકાય એમ હતું. એની બાજુમાં એક ડિઝાઈનેબલ સ્ટેન્ડ